Wednesday, 27 April 2016

95. આજની ઈમાનદારી, સચ્ચાઈ અને શાંતિ!

         ઈમાનદારી, સચ્ચાઈ અને શાંતિ એવા શબ્દો છે જેને માણસ પોતાની જીભપર બહુ પ્રેમથી નચાવે છે. ખરેખર એ શબ્દોની વાસ્તવિક્તા  જોવા જઈએ તો માણસમાં તે નહીંવત્‌ જોવા મળે છે.

         માણસ ભલે ગમે એટલો નીચ અને કપટી હોય તો પણ પોતાને ઈમાનદાર બતાવવાનો સૌ પ્રથમ પ્રયાસ કરશે જ. તે ક્યારેય પોતાને દુર્જન કહેવડાવવાનું પસંદ કરશે નહીં. તેમ જ પોતાને અપ્રમાણિક બતાવવા પ્રયાસ કરશે નહીં. દરેક માણસ ગળુ ફાડી ફાડીને પોકારે છે કે ઈમાનદારી એજ સર્વથી શ્રેષ્ઠ નીતિ છે પણ પોતાની વાસ્તવિક્તા તેનાથી ઘણી જુદી જ હોય છે. જ્યારે પોતાનો પ્રસંગ ઊભો થાય અને તેમાં ફાયદો જણાય ત્યારે માણસ ઈમાનદારીને તત્કાળ નેવે ચઢાવી દઈ પોતાના મૂળ સ્વરૂપ (છળ કપટ) પ્રકાશે છે.

        વળી જેની પાસે વાચા છે એવો સંસારનો દરેક માણસ,પોતાને સત્યવાદી અને પ્રમાણિક  મનાવવા માટે અને દાવાપૂર્વક સિદ્ધ કરવા માટે ભાષણ કરતો રહે  છે. ભલે તે સચ્ચાઈથી માઈલો કે કોશો દૂર હોય, તો પણ પોતાને સત્યનિષ્ઠ સિદ્ધ કરવા હજારો કાવાદાવા કરે છે. મોટા ભાગના ગૃહસ્થ,વકીલ, ડોકટર, વ્યાપારી, રાજનીતિજ્ઞ અને સ્વયં રાજનેતા  પ્રમાણિકતાથી અને સચ્ચાઈથી લગભગ ગાઉ ના ગાઉ દૂર હોય છે  અને તેમના કાર્યથી સામાન્ય માણસને પણ ખ્યાલ આવી જાય છે કે સચ્ચાઈથી અને પ્રમાણિકતાથી તે લોકો કેટલા દૂર હોય છે. તે સતત એવું બતાવવાના જ પ્રયાસો કરે છે કે પોતે સત્યના અને પ્રમાણિકતાના પાયા પર જ  છે.

        રેશનેલિસ્ટ જી. આર. જાશિઅર જણાવે છે કે ‘‘ખોટા તર્કથી આજે દુનિયાનું સંચાલન થાય છે, ખોટા સમાચારો બતાવી, ખોટી સાક્ષીઓ પૂરાવી, ખોટા ખરડાઓ મંજૂર કરાવી(ખોટા વિધાનોને સત્ય સિદ્ધ કરાવી) સંસાર પર શાસન ચલાવાય છે.’’

        કોઈ પણ ખરડાને  બહાલી આપવી હોય તો તેના પહેલાં તે ખરડા પર પ્રથમ વિચાર-વિમર્શ કરાય છે. એ વિચાર વિમર્શ કપટ અને ધોખાબાજીથી જ ભરેલા હોય છે. તેમાં પ્રમાણિકતા અને સચ્ચાઈનો તો કેવળ દંભ હોય છે. માણસ સત્યને અને પ્રમાણિકતાને શબ્દોની જાળમાં એવાં ગૂંથી દે છે કે આમ પ્રજા કાંઈ સમજી પણ ન શકે. સત્ય અને પ્રમાણિકતા  તો સૂર્ય સમ તેજસ્વી છે. તે કોઈ દિવસ છુપાવ્યાં છુપે જ નહીં, પણ સૂર્યને જેમ વાદળ પોતાનાં મેલા આવરણથી ઢાંકી દે છે તેમ માણસ મેલી મુરાદથી પોતાના શબ્દોની જાળની ભૂલભૂલામણીમાં  પ્રમાણિકતાને અને સચ્ચાઈને ઢાંકી દે છે.
         હજુ એક શબ્દ છે શાÂન્ત’. એ શબ્દનો પણ એટલો જ ગજબથી દુર્વ્યવહાર થાય છે. યુદ્ધપ્રિય રાજનેતાઓ, યુદ્ધપ્રિય રાજ્યો અને યુદ્ધપ્રિય રાષ્ટ્રો સંસારને સ્થાઈ અને અસ્થાઈ બન્ને પ્રકારની શાÂન્તથી વંચિત રાખે છે. શાÂન્તના નામે કપટ અને ધોખાબાજીના સહારે  એ શાÂન્તપ્રિય નેતાઓ સર્વત્ર યુદ્ધની રણચંડીને જ નચાવતા હોય છે. પડોશમાં અને દૂર દૂરના દેશોમાં  પણ છાની રીતે અશાÂન્તની આગ જગાવે છે.આ શાÂન્તના વેશમાં કેટલાક ધર્મગુરુઓ પણ બાકાત રહેતા નથી.

         એમ કહેવાય છે કે હવે યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે પણ જ્યારે શાÂન્ત સભાનું આયોજન કરવાનું હોય ત્યારેજ મોટો કલહ ઊભો થાય છે. એક રાષ્ટ્ર એમ દાવો કરે કે શાÂન્ત સભા મારા રાષ્ટ્રમાં થવી જોઈએ  અને બીજા રાષ્ટ્ર એથી વિરુદ્ધ અને ત્રીજા એથી પણ વિરુદ્ધ. આમ, સભાના વિષયમાં પણ વિજળીના કડાકાની માફક એક બીજા પર તૂટી પડે છે. સ્વાર્થને ખાતર અને પોતાના મનની લાલસાપૂર્તિને ખાતર, નથી પોતે શાÂન્તથી રહેતા કે નથી બીજાને રહેવા દેતા. એ સ્વાર્થી નેતા અને સ્વાર્થી શાÂન્તના સભાસદો અથવા કહેવાતા ધર્મગુરુઓ પોતાના મનમાં એક અશાંતિને ભરીને ભટકતા હોય છે. અને એની અશાÂન્તનો ભોગ બને છે અનેક ગરીબ દેશોની પ્રજા! 

         જેમ કાગળમાં પાણીનું નિશાન (ઉટ્ઠાિ દ્બટ્ઠિં)સદા રહે છે તેમ એ રાજદ્વારી માણસો મનમાં સદા યુદ્ધની લાલસાનું અને અશાÂન્તની કામનાનું પ્રતિક રહે છે.

        એક બાજુ શાÂન્તસભાની બેઠક ચાલતી હોય અને બીજી બાજુ વિશ્વશાÂન્ત માટે અથવા સાર્વભૌમ શાÂન્તના બહાના હેઠળ, અમેરિકા જેવાં કોઈ રાષ્ટ્રો કાતિલ ઝેર વરસાવતી મિસાઈલો બનાવતાં હોય અને ત્રીજી બાજુ નબળા દેશોને કચરવા માટે, બળાત્કારે તેમના પર જુલ્મ ગુજારીને નક્કી કરેલા બંધારણ પર હસ્તાક્ષર કરાવવા દબાણ થતું હોય,અા બધું નાટક કોના નામે ચાલે છે? આ નાટક ચાલે છે એક કહેવાતી શાÂન્તના નામે.

         આજકાલ શાÂન્તને નામે ભારતની દુર્દશા પણ બહુ દયનીય છે. તે દશાને  નરી આંખે નીહાળીએ તો  આપણું હૃદય દ્રવી ઊઠે. નિÂશ્ચત દિવસોને શાÂન્તપૂર્ણ રીતથી મનાવવાઅથવા શાÂન્તપૂર્ણ હડતાલઅથવા શાÂન્તપૂર્ણ ધરણાઈત્યાદિકમાં ભારત દેશની પ્રજાને ગુમરાહ કરતા આજના રાજનેતાઓ! સત્તા અને શÂક્તના ઘમંડથી ઉચ્છૃંંખલ થયેલા અને ભ્રાÂન્તની ભ્રમણામાં  ભટકતા  નિર્દય દુષ્ટો  પોતાની શÂક્તને સંગ્રહિત કરવા અથવા વિરોધી ક્ષેત્રોમાં  રહેલા રાજનેતાને પોતાની શÂક્તનો પરિચય કરાવવા આમ પ્રજાને ગુમરાહ કરે છે.

          જે દિવસોને ઊજવવાથી આત્મચેતના જાગ્રત થાય અને શÂક્તનો સંગ્રહ થાય એવા ઉત્સવો જેવાકે રામનવમી, અમાવાસ્યા, એકાદશી, જન્માષ્ટમી અથવા પોતાના ઈષ્ટદેવના જન્મના દિવસો, તેને ઊજવવામાં આડખીલીરૂપ થવું, જેમા આત્મચેતના જાગૃત ન થાય અને હૃદયમાં  અંધકાર વધે એવા પ્રસંગોને ધામધુમથી ઊજવવા અને તે ઊજવવા માટે અતિ આગ્રહ રાખવો એ ખરેખર સમય અને શÂક્તનો દુરુપયોગ કરવા બરાબર છે.

          પ્રેરણા આપનાર નેતાઓ પોતાના બંગલે મોજમજા માણે અને નિર્દોષ અને અભણ પ્રજા ભઠ્ઠ તડકામાં શેકાતી ફરે! વળી નેતાઓના દિવસો પ્રજા મનાવે છતાં જાનની ખુવારી પણ પ્રજાની જ થાય! અરે!અનેક નિર્દોષ સામાન્ય જનતાનું ઉપયોગી જીવન ધૂળમાં રગદોળાય,સ્ત્રીઓ વિધવા બને, બાલબચ્ચાં અનાથ થાય! અને નેતાઓ ક્યાં હોય તે ખબર છે?  એતો મહાલયોમાં મોજમજા માણતા હોય છે.જ્યારે અનેક રીતે મોટા પાયાપર નુકસાન નોતરાઈ ગયું હોય અને તે પાછું શાંત થઈ ગયું હોય ત્યારે તે જાત નિરીક્ષણ કરવા પોતાના મહેલોમાંથી બહાર આવે છે. લોકોને કહે કે બહુ ખરાબ થઈ ગયું.

            મત લેવા ઘરો ઘર ભાટકતા આજના રાજનેતાઓ સત્તા મળતાં પ્રજાપર થતા જુલ્મને નાબૂદ કરવાની વાત તો અલગ રહી, પણ જુલ્મથી ચગદાયેલી પ્રજાને ખાતર એક ખોટું આંસુ પાડવા પણ તૈયાર નથી. 

            થોડાં વર્ષો પહેલાં બનેલો જિન્નાનો પ્રસંગ પણ આવો જ  છે. દેશના રાજનેતાઓ દેશમાં શાÂન્તને નામે કેવી આગ ઓકે છે? અને પછી કેવું એનું આળ નાખે છે શાણા, સમજુ અને સદાચારી સમાજ  ઉપર! જિન્નાની સોળમી ઓગષ્ટ મનાવવામાં હજારો માણસોને મારી નાખવામાં આવ્યાં. અને એ તો ભગવાન જાણે કે કેટલા હજાર માણસોને ઘાયલ કર્યા અને જીવનભર વિકલાંગ કર્યા! અસંખ્ય નારીઓ પર અને નાના બાળકો ઉપર ત્રાસ ગુજારવામાં આવ્યો. ખૂની અને લૂંટારાઓએ અનેક ઘરોની માલ મિલ્કતો  લૂંટી, સમાજમાં અને બજારોમાં બિન્ધાસ્ત થઈને  ફર્યા. બીજી બાજુ અનેક નિર્દોષ બાળકોની જિંદગી બરબાદ થઈ, અનેક નારીઓ વિધવા થઈ, એ સોળમી ઓગષ્ટના ઉત્સવ માટે!

             લોકો કહે છે કે  જિન્નાના કારણે આવું જઘન્યકૃત્ય થવા છતાં જિન્નાની આંખમાં લોકોની જિંદગીને માટે એક ફાલતુ આંસુ પણ નહોતું આવ્યું. વાચકો! એનું અંતઃકરણ બાળક કે કુમારીકા જેવું નિર્દોષ હશે?

             રાજનેતાઓએ માણસના જીવનને આટલું સસ્તું સમજી રાખ્યું હોય તો કેમ પોતાના ગળામાં ફાંસો નાખીને જિંદગી ટૂંકાવતા નહીં હોય? અને કેમ એ રાજનેતાઓ એવું બતાવતા નહીં હોય કે એક જાન જાય કે  ન જાય એનાથી કાંઈ થવાનું નથી? રાજસત્તાધીશનું અÂસ્તત્વ તો ક્ષણભંગુર છે. અન્ય માણસની માફક રાજસત્તાધીશનું શરીર પણ બળીને અથવા દટાઈને ભસ્મ કે માટી થવાનું છે. એ રાજનેતાઓનાં નામ એક દિવસ માણસના સ્મૃતિપટમાંથી ભૂંસાઈ જવાના જ છે. છતાં શાÂન્તના નામે અને સચ્ચાઈના નામે શામાટે તેઓ બીજાનાં લોહી પીતા હશે?

            મિત્રો! મજારોનો એ ધર્મ નથી કે પોતાના શેઠની ફજેતી કરે અને નેતા કે મહંતનો એ ધર્મ નથી કે પોતાની પ્રજાનો દુરુપયોગ કરે. રાજનેતાઓ પોતાના સ્વાર્થ ખાતર અને કહેવાતી પોતાની પ્રતિષ્ઠા ખાતર પ્રજાના ભોગે પોતાનાં જ કામો સાધે છે.

              ભગવાન સ્વામિનારાયણ એટલા માટે જ શિક્ષાપત્રીમાં લખે છે કે સ્ત્રી,ધન અને રાજ્ય(સત્તા)ની પ્રાÂપ્તને માટે કયારેય પણ માણસને કોઈ પણ  રીતે હાનિ પહોંચાડવી નહીં. તો મારવાની વાત તો કરાય જ કેમ? કયારેય ન કરાય. હવે સત્તા કોઈ સ્થાનની હોય કે પછી પ્રદેશની હોય, સત્તા એસત્તા જ છે. સત્તાના સ્વાર્થે કોઈ ઉપર ખોટો આરોપ કયારેય પણ મુકાય નહીં.   કદાચ કોઈ પણ પ્રદેશમાં પોતાની સત્તાખાતર નિર્દોષનો ભોગ લેવાશે અને વિના કારણે સમાજની શાંતિનો ભંગ કરાશે તો તે રાષ્ટ્રની તે સંસ્થાની દુર્દશા નિÂશ્ચત છે.

             શાÂન્તના નામે આપણે જોઈએ છીએ કે મોટા મોટા રાષ્ટ્રના નેતા એ પછી મોટા રાષ્ટ્રના નેતા  હોય, કોઈ મોટી રાષ્ટ્રીય મહાસત્તા હોય, કોઈ અન્ય રાજનેતા હોય  કે મજદુરસંઘના  નેતા હોય, બધા જોશભેર શાÂન્તની બાંગ પુકારે છે. શાÂન્તની વાતો તો બધાય કરે છે. બધા સત્યનિષ્ઠ હોવાનો દાવો કરે છે. બધા પ્રમાણિકતાથી વર્તવાનો દાવો કરે છે, કોઈ  ધર્મના નેતા તેવા સત્યનિષ્ઠ હોવાનો અને શાÂન્તપ્રિય હોવાનો દાવો કરે છે પણ એનામાં શાÂન્ત, સચ્ચાઈ અને પ્રમાણિકતાના નામે કેટલી ધોખેબાજીની બદબુઓ આવે છે? એતો તેમના હૃદયમાં ઊડા ઊતરીને  જોઈએ ત્યારે ખરો ખ્યાલ આવે કે એ કેવા ક્રૂર  અને હત્યારા છે?
 
             એટલે એ ત્રણને નામે ભક્તો! ભૂલા ન પડતા! કોઈ લંપટ કે કપટી નેતા કે કહેવાતા મોટા માણસોનાં સાણસામાં સપડાતા નહીં! ભગવાન સ્વામિનારાયણે તમને અતિ તીક્ષ્ણ બુÂદ્ધવાન, મેધાવી  અને શાજ્ઞ બનાવ્યા છે તો જ્યાં ત્યાં આંખો મીંચી પટકાતા નહીં.

              પ્રમાણિકતા સચ્ચાઈ અને શાÂન્ત ભગવાનના દિવ્યચરણાર્વિંદમાં અને  એ પરમ ભાગવતના સહારે જ સાંપડશે.

                 લેખક: શાસ્ત્રી સૂર્યપ્રકાશ આચાર્ય- ભુજ કચ્છ

No comments:

Post a Comment