Saturday, 30 April 2016

96. એક ખેડૂતનો અદ્‌ભુત ત્યાગ

           જાપાનમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. કોઈને ખાવા ધાન મળતુ ન હતું. કેવલ એક ખેડૂત પાસે એક ધાનનો બાચકો  હતો. ગામમાં કોઈ પાસે એટલું ધાન નહોતું. હવે જો તે ખેડૂત ધાનનો ઉપયોગ પોતાના ખાવા માટે કરત તો તેને ઘણા દિવસ ચાલત પણ તે ધાનનો ઉપયોગ કરવા જતાં આવતી મોસમે પાક ઊગાડવા માટે કોઈ પાસે કાંઈ બચે એમ ન હતું.

          તેણે અન્ય ગ્રામજનો માટે અનશન કર્યું. કેટલાક દિવસો બાદ લોકોને ખ્યાલ આવ્યો કે તે ઉદાર ખેડૂતનું મૃતશરીર સીવેલા ધાનના બાચકા ઉપર પડ્યું છે. આવું બલિદાન જોઈ લોકોની આંખોમાંથી આંસુ સરી પડ્યાં. પોતાની પાસે ધાન હોવા છતાં તેણે બીજાનું હિત જોયું. વાચક મિત્રો! ક્યાં આ ખેડૂત! અને ક્યાં સંકુચિત માનસ ધરાવતા આપણે! કયાં આ નિર્દોષ ખેડૂત અને ક્યાં આજના ભ્રષ્ટ રાજનેતા!અને ધર્મગુરુ!

          બીજાને ભૂખે મરાવી રાજભોગ ભોગવતા કહેવાતા ભિક્ષુકો અને ધર્મશાશકોની આગળ આ એક ગરીબ ખેડૂત પોતાના જીવનનું બલિદાન આપી કહેવાતા મોટેરાને પાઠ શીખવતો હોય એમ લાગે છે.

           લેખક: શાસ્ત્રી સૂર્યપ્રકાશ આચાર્ય- ભુજ કચ્છ

No comments:

Post a Comment