Satsang Apps


Satsang Apps:- by Surya Prakash Acharya

_____________________________________________________

Satsang Quiz

 સ્વામિનારાયણ ભુજ મંદિર સ્થિત શાસ્ત્રી સૂર્યપ્રકાશ આચાર્ય દ્વારા સત્સંગ ક્વીઝ એપ સત્સંગ માટે બહુ ઉપયોગી અને માહિતિપ્રદ અદભુત સંગ્રહ છે. આ એપમાં રમતની સાથે સત્સંગની માહિતિ મળે, સત્સંગની મોરલ વાર્તાનો લાભ મળે અને ઉત્તમ કથનો જાણવા મળે એવો પ્રયત્ન કરાયેલો છે. 

Get it on Google Play

_____________________________________________________________________________

Satsang Puzzle

ભુજ સ્વામિનારાયણ મંદિરના આદરણીય સંતોના માર્ગદર્શન હેઠળ 'સત્સંગ પઝલ' ગેમ તૈયાર કરવામાં આવી છે. જે ખાસ બાળકો માટે છે,જેમાં ઘનશ્યામ મહારાજની અદ્દભુત લીલા, પવિત્ર સ્થળોના મંદિર, વગેરે તસ્વીરો સામેલ કરવામાં આવી છે, જેને ક્રમસર ગોઠવવાની છે. આ ગેમ દ્વારા બાળકો ઘનશ્યામ મહારાજના લીલા ચરિત્રોને હરહંમેશ સંભારી રાખે તેમજ હૈયામાં ઉતારે તેવો પ્રયાસ કરવામાં આવેલ છે.  

Get it on Google Play

____________________________________________________________________

Nitya Niyam


શ્રી સ્વામિનારાયણ ભુજ મંદિર સ્થિત શાસ્ત્રી સૂર્યપ્રકાશ આચાર્ય દ્વારા નિત્ય નિયમ એપમાં સત્સંગ માટે નિત્ય ઉપયોગી કીર્તન ના પદો તથા આરતીનો સંગ્રહ છે. આ નિત્ય નિયમ એપમાં આરતી,સ્તુતી-પ્રાર્થના, દરરોજ બોલતા નિયમના પદો, તથા અન્ય કીર્તન ના પદો સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. 

Get it on Google Play

____________________________________________________________________

Shikshapatri
   
    સત્સંગીઓ માટે શિક્ષાપત્રી હવેથી મોબઈલમાં ઉપલબ્ધ!!!!
સ્વામિનારાયણ ભુજ મંદિર સ્થિત શાસ્ત્રી સૂર્યપ્રકાશ આચાર્ય દ્વારા તમામ સત્સંગીઓ માટે 'એપ્લિકેશન' ના સ્વરૂપમાં આ શિક્ષાપત્રી તૈયાર છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન લિખિત આ પવિત્ર  શિક્ષાપત્રી દરેક મનુષ્યના જીવનના અંધકારને દુર કરનાર છે.  

Get it on Google Play

____________________________________________________________________

Prerana Na Puspo


   આજના ઝડપી અને ભાગ - દોડ ભર્યા જીવનમાં  લોકો પાસે પવિત્ર પુસ્તકો વાંચવા માટેનો સમય હોતો નથી. પરંતુ તેઓને માર્ગદર્શન તથા સરળ જીવન જીવવા માટે સારા વિચારોની આવશ્યકતા પડે  છે, આ પવિત્ર વિચારોને ધ્યાનમાં રાખીને ભુજ શ્રી સ્વામીનારાયણ મંદિરના સંત પવિત્ર સુવિચારો નું ભાથું તૈયાર કરી "પ્રેરણા ના પુષ્પો" ના સ્વરૂપમાં પુસ્તિકા તૈયાર કરી છે. આ જ પુસ્તિકાને મોબાઈલમાં "પ્રેરણા ના પુષ્પો" એપ સ્વરૂપે તૈયાર કરવામાં આવી છે. 

Get it on Google Play



_____________________________________________________
Spell of Life


     ભુજ શ્રી સ્વામીનારાયણ મંદિર એક પ્રેરણાત્મક સ્થળ છે. જે ઘણા અદ્ભુત પવિત્ર પ્રેરણાત્મક ચિહ્નો, તેમજ ઘણા પવિત્ર પુસ્તકો ,મહાન સંતો , પ્રેરણાત્મક તથા જીવન ઉપયોગી સુત્રો તથા વાક્યો નો ખજાનો ગણાય છે. જીવનને માર્ગદર્શન પૂરું પાડનાર પવિત્ર વાક્યોનો સંગ્રહ કરી  "સ્પેલ ઓફ લાઈફ" એપ  તૈયાર કરવામાં આવી છે. 

Get it on Google Play     
_____________________________________________________

Ma Bap


કહેવાય છે કે દરેક વ્યક્તિના પ્રથમ ગુરુ તેમના માતા-પિતા હોય છે. માતા- પિતા નો આદર કરવો, તેમની સેવા કરવી, એમની દરેક આજ્ઞાનું પાલન કરવું એ દરેક વ્યક્તિની ફરજ છે. આ વિચારોને દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઉતરવું જોઈએ. આવા પવિત્ર વિચારોને જીવનમાં હંમેશા યાદ રાખવા માટે ભુજ શ્રી સ્વામીનારાયણ મંદિરના સંત શ્રી સુર્યપ્રકાશ આચાર્ય ના માર્ગદર્શન હેઠળ "માં-બાપ" એપ તૈયાર કરવામાં આવી છે.

Get it on Google Play


_____________________________________________________         

Vachanamrita Amrita


વચનામૃત શાસ્ત્રમાં  ભગવાન સ્વામિનારાયણ અને તેમના કુશળ સંતો વચ્ચે સીધો સંવાદ છે. આ શ્રેષ્ઠ ધાર્મિક શાસ્ત્રમાંથી  કેટલાક અમૃતરૂપી વાક્યો લઇ  'Vachanamrita Amrita' ના સ્વરૂપમાં મોબાઇલ એપ તૈયાર કરવામાં આવી છે. આ પુસ્તિકામાં આત્માનું મૂળ સ્વરૂપ તથા ભગવાનનું વર્ણન ખુબ જ સરળ શબ્દોમાં કરવામાં આવ્યું છે.

Get it on Google Play




_____________________________________________________       


Vidur Sutra

વિદુરનીતિ આપણા જીવનમાં ખુબ જ ઉપયોગી શાસ્ત્ર છે. વિદુરનીતિ અનેક પવિત્ર તેમજ પ્રેરણાદાયી નીતિનો ભંડાર છે.  વિદુરજી દ્વારા ધુતરાષ્ટ્ર પ્રત્યે આપેલ જ્ઞાનને આ વિદુરનીતિ શાસ્ત્રમાં સમાવિષ્ટ કરેલ છે. તેમાંથી આપના જીવનપયોગી તેમજ આપણને સ્પર્શતા સુવાક્યોને તારવીને આચાર્ય સુર્યપ્રકાશ દ્વારા એક સંગ્રહ તૈયાર કરવામાં આવેલ છે. જેને મોબાઈલ એપમાં 'વિદુર સૂત્ર' રૂપે બનાવવામાં આવેલ છે. દરેક સુત્રો આપણા જીવનને સ્પર્શતા તેમજ સાચો માર્ગ સૂચવનાર છે.   

Get it on Google Play





  




No comments:

Post a Comment