Satsang Book


Satsang Books:-  By Surya Prakash Acharya
_________________________________________________________________________


                સાગરને કિનારે
   કદાચ વાચક વર્ગને એમ લાગે કે આ પુસ્તકનું નામ સાગરને કિનારે આવું કેમ રાખ્યું હશે. આ નામ મને જરા વધારે સારું લાગ્યું એટલે આ નામ રાખ્યું છે. ભગવાનની અને સંતોની કૃપાથી આપણને મહા મહેનતે જે ન મળે તે સહજમાં મળ્યું છે. એ મળ્યું સત્સંગનું ઈશ્વરીય જ્ઞાન અને ભગવાનનું ધ્યાન.
       આવું સહજમાં મળ્યું હોવા છતાં જોવાની તમન્ના કે આંકાક્ષા ઘટવાને બદલે વધતી જાય છે. જ્યાં હોઈએ ત્યાંથી જોવાનો જ પ્રયત્ન કરીએ છીએ. કદી અંદર ગોતો લગાવીએ નહીં. વર્તનમાં લાવવા કદી પ્રયત્ન ન કરીએ પણ બધેયનું જોયા કરીએ.
          જે આનંદનો ખજાનો ભર્યો છે એ માની શકુ , બીજાને જોવાને બંધ કરું અને હું પોતે ભક્તિરૂપી સાગરમાં ડૂબકી લગાવી પ્રભુની ચરણરજનો અધિકારી બની શકું અને ભગવાતોની સેવાનો અધિકારી શકું એ હેતુ માટે  મેં આ અલ્પ પ્રયત્ન આદર્યો છે. 
મારા આ પ્રયાસમાં કાંઈ ઉણપ હોય અથવા ક્યાંક વધારે કહેવાયું હોય તો પ્રભુના પ્યારા સત્સંગના સ્થંભ અને સત્સંગના ગુરુદેવ ભુજ મંદિરના મહંત સદ્ગુરુ પુરાણી સ્વામી શ્રી હરિસ્વરૂપદાસજી, વયોવૃદ્ધ સદ્ગુરુ સ્વામી ધર્મકિશોરદાસજી, સદ્ગુરુ સ્વામી માધવપ્રિયદાસજી, મારા ઉપર સદા જેણે અમીદ્રષ્ટિ રાખી છે એવા મારા પરમ ગુરુદેવ સદ્ગુરુ પુરાણી સ્વામી શ્રી ઘનશ્યામજીવનદાસજી, સદ્ગુરુ સ્વામી પ્રેમપ્રકાશદાસજી, અમારા મંડળના સદ્ગુરુ પુરાણી સ્વામી કેશવપ્રસાદદાસજી,સદ્ગુરુ સ્વામી સનાતન દાસજી, સદ્ગુરુ પુરાણી સ્વામી નિષ્કામચરણદાસજી, અ.નિ. મારા ગુરુદેવ સદ્ગુરુ સ્વામી ઘનશ્યામપ્રિયદાસજી, ઈશ્વરીય બ્રહ્મજ્ઞાન પ્રદાતા મારા શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ટ પરમ ગુરુદેવ તથા સર્વે સંતો અને નિષ્ઠાવાન સત્સંગી બંધુઓ તમે ચલાવી લેશો એવી મારા આપણા ઇષ્ટદેવના પવિત્ર ચરણોમાં પ્રાર્થના.    
                                                                     - શાસ્ત્રી  સુર્યપ્રકાશ આચાર્ય
                                                                      સ્વામિનારાયણ મંદિર- ભુજ
                                                                                        

_________________________________________________________________________

satsang quote 2 by swami suryaprakash acharya bhuj mandir
                 જીવન મંત્રો 
   
      મારા શબ્દો પ્રાણ છે કે વ્યક્તિને પ્રેરણા આપે એવા છે, એમ કહેવાય નહીં, પણ એટલું મને કહેવાનું મન થાય છે કે પ્રેરક શબ્દો જે જે સાધકના કે સ્થિતપ્રજ્ઞના હોય એ અવશ્ય સૌને અનોખું આંતરિક અને બાહ્ય બળ પૂરું પાડે છે.જીવનના પ્રેરક મંત્રોને જીવન મંત્રો કહેલા છે. એનું કારણ એ છે આ જીવનને અનોખું બળ આપનારા છે અને સૂર્ય જેવું જીવન આપી સૌને તેજસ્વી બનાવે અને નિર્ભયતા આપે છે. જીવનના પ્રેરક મંત્રો દરેક વાચક વર્ગની સામર્થી અને શક્તિને વધારે છે અને જીવનનું અંધારું હટાવે છે એટલે મંત્રો કહેલા છે.
    યુવાનને પ્રેરણા સાધક આપે અને કડકળતી ઠંડીમાં સૌને આશ્રય પણ પવિત્ર સૂર્ય જેવો સાધક જ આપે. ભયને હટાવાનું બળ સાચા સાધકો આપે અને જીવનની નિર્બળતાને નાબુદ કરવાનું સામર્થ્ય પવિત્ર જીવન મંત્રો જ આપે.
     પ્રેમાનંદ સ્વામીના શબ્દો છે કે, 'જીવન જોયા લાગ છે રે'  જીવન એટલે ભગવાને આપેલી એક અનુપમ સોગાદ અને જીવન એટલે સહજાનંદ સ્વામી. સહજાનંદ સ્વામીના શબ્દો એટલે તો વાત જ ન્યારી. એતો જણ જણના હૈયામાં પ્રકાશપુંજ પાથરી નિર્બળતાને નેસ્તનાબુદ કરી, જીવનની અનમોલ સિદ્ધી અપાવી દે. જીવનમાંથી કાયરતાનો અચંડો આપી યુવાનને પરમ સમર્થ યુવાન બનાવી દે. પરમાત્માનું બળ પોતાના હૈયામાં વૃદ્ધી પામે, સાહસ અને આંતર બળ સદાય મળતું રહે એટલા માટે આ જીવન સહજાનંદ સ્વામીના જ સર્વેને અનોખી પ્રેરણા આપે એવા દિવ્ય મંત્રો આ નાની પુસ્તિકામાં છે.
     પ્રકાશક અને દિવ્ય પ્રેરણા આપનાર શબ્દો જ મંત્રો કહેવાય છે. આ મંત્રો દરેકને જીવનમાં યુવાની આપે અને સૂર્ય જેવું તેજ આપે અને પ્રભુવશ થઇ ભગવાનની મર્યાદાનું પાલન કરવાની હિંમત આપે એવા છે. 
    આ મંત્રો જીવનની મૂળભૂત શક્તિને ચેતનવંતી કરે એવા છે. કદાચ આ મંત્રો ડહાપણ ન વધારે, પણ મુર્ખામી સાહસ તો નહીં જ કરાવે. ઉંદર મદિરાનું પાન કરી, પછી બિલાડીને મારવાની ડહાપણ કરે એવી મુર્ખામી કદી પાંગરવા જ નહીં  દે.
                                                                      - શાસ્ત્રી સુર્યપ્રકાશ આચાર્ય
                                                                       સ્વામિનારાયણ મંદિર- ભુજ

_________________________________________________________________________


            મા બાપ

     વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી જનેતાને બિરદાવતા ખે છે કે 'જનુની જીવો રે ગોપીચંદની'. ગોપીચંદને સદગુરુની અને ભગવાનની ઓળખ જનેતાએ કરાવી છે. ધ્રુવજીને ભગવાન સુધી મોક્લાવનાર જો કોઈ હોય તો એ જનેતા છે. આ સંસારમાં જનેતા એક એવું પાત્ર છે કે જે જેવું મનમાં ધારે તેવું પોતાના પુત્રમાં બળ,ઐશ્વર્ય, તેજ અને સામર્થ્ય ધરબી ધરબીને ભરી શકે છે. જનેતા અને પિતાની કોઈ બીજા પાત્રો બની શકતા નથી.
     આવી અદ્ભુત શક્તિ મૂર્તિમાન જનેતા બનીને પોતાના આ પૃથ્વી પર બિરાજમાન હોય તો તેને જે કોઈ ભાવથી સેવે છે તેને ભગવાન સ્વામીનારાયણ અને એમના બ્રહ્મનિષ્ઠ સંતો ખુબ રૂડા આર્શીવાદ આપે છે.
    આ નાના સૂત્રાત્મક પુસ્તકમાં જનેતાની મહાનતા અને પિતાની શ્રેષ્ટતા બતાવવા પ્રયાસ કર્યો છે કે જેથી વાંચનાર કોઈ સંતાન, માતા-પિતાની સેવા કરીને જીવનની કૃતકૃત્ય કરી શકે છે અને ભગવાનને કૃપાપાત્ર બને છે.
   વળી સ્વામીનારાયણ ભગવાને સર્વજીવહિતકારી દિવ્ય સંદેશ શિક્ષાપત્રીના આપ્યો છે કે, અમારા આશ્રિત જે ગૃહસ્થ તેમણે માતા -પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની સેવા તે જીવનપર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. ભગવાનની આજ્ઞા માનીને જે વ્યક્તિ પોતાના માતા પિતાની સેવા કરે છે, તે વ્યક્તિ આ લોકમાં અને પરલોકમાં ઇચ્છિત ફળ પ્રાપ્ત કરે છે.
                                                                      - શાસ્ત્રી સુર્યપ્રકાશ આચાર્ય
                                                                        સ્વામિનારાયણ મંદિર- ભુજ_________________________________________________________________________


સુખનો ઉપચાર અને જીવનનું અમૃત -1

     શરીરની નીરોગીતા સર્વાંશે સૌને અતિશય આવશ્યક છે. હજારો ઉપાય કરીને શરીરને તંદુરસ્ત રાખવું એ જ જીવનની પ્રથમ મોટી શિખામણ છે. શરીર તંદુરસ્ત હશે તો ધાર્યું કાર્ય થશે કારણ કે સાધનામાં સફળતા શરીરની નિરોગીતામાં મળશે.
    સંસારી વિષય ભોગ ભોગવતા દેહ સૌને જોઇને પણ સુખ ભોગવવા દેહ અને મન સાથ ના આપે તો? સંસારના ભોગ દેહ માટે નકામાં ને!  દૈવી સમર્થી સંપાદન કરવાની તમન્ના કેવળ સ્વપ્ન સુંદરી બનીને રહે!
    સંસાર સમૃદ્ધી મળે ન મળે પણ શરીર સ્વસ્થ મળે અને આપણે શરીરને વધારે સ્વસ્થ રાખી શકીએ તો સંસારનું સુખ મળી ગયું.
    લોકમાં કહેવત છે કે, 'પાં સુખી તે મુલક સુખી' અને 'શરીરમાં કોઈ રોગ નાહીં તો એથી બીજું સુખ નહીં.

આપણા સંતો અને સાધકોએ આ લોકના અને પરલોકના સુખ ભોગવવા માટે જાત જાતની તરકીબો બતાવી છે. એ સિદ્ધ તરકીબોને બરાબર રીતે અજમાવવામાં આવે તો જે રોગ લાખ રૂપિયાના ખર્ચે ન મતે એ સામાન્ય ખાખથી મટી જાય અને જીવનમાં સુખની નવી કુંપડીઓ ફૂટી જાય.
ચરક, શાગ્રધર, સૌભરી જેવા મહર્ષિઓએ જે જે શરીરને સ્વસ્થ બનવાના ઉપચારો નિરૂપ્યા છે, એ ઉપચારો અતિશય સુલભ છે. એ ઉપચારોનું સેવન નહી કરનારા ભલે ચકુર અને ચાલાક હશે તો પણ લાખો રૂપિયા બરબાદ કરશે.
ઉપચારો શાસ્ત્રોમાં ત્રણ પ્રકારના ઉપચારો કહે છે. એમાં આહાર, વિહાર અને વિચાર ઉપર શરીરની તંદુરસ્તી આધીરિત છે.
                                "અહં ક્રતુરહં યજ્ઞ: સ્વાધહમહમૌષધમ્ |
                                મન્ત્રોડહમહમેવાજ્યમહમગ્નિરહં હૂતમ્ |"
શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને એમ કહ્યું છે કે ક્રતુ એટલે શ્રોત યજ્ઞ હું છું. યજ્ઞ એટલે સ્માર્ત યજ્ઞ હું છું. સ્વધા અને સ્વાહા આદિકથી આહુતિ આપવાનો મંત્ર હું છું.
જીવનનું સંપોષણ કરનાર અને હરિ સહિત આંતરિક નવી ચેતના આપનાર ઔષધિ હું છું. જેને ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્માનું દ્રઢ શરણ છે તેનામાં આહાર, વિહાર અને વૈચારીકમાં નિયમિતતા હોય છે. એને કરને જે જે ઉપચારો ભગવો અને સંતોએ કહેલા છે તેનું યથા યોગ્ય ગ્રહણ કરાય છે.
ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્મા તો એમ કહે છે કે સર્વે પ્રકારના પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ મંત્ર હું છું. આહુતિમાં પ્રધાન આહુતિ ઘી છે તો ઘી શ્રીકૃષ્ણ ભગવાન કહે કે તે હું જ છું. હોમવાનું પ્રથમ દ્વાર અગ્નિ છે તો અગ્નિ પણ હું છું અને હોમેલું દ્રવ્ય પણ હું જ છું.
સંસારમાં દેખાય છે કે ધન અને વૈભવો અને સમૃદ્ધિ નકામી લાગે છે. અસ્વસ્થ લોકો અને વૃધ્ધો વડીલો તો એમ કહે છે કે ‘અમે ભૂલ કરી અને અમે અમારી ગાફલતાને કારણે અમારું સ્વાસ્થ્ય ખોયું. હવે લાખોની સમૃદ્ધિ અમારે માટે રાખ જેવી છે. તમે ધ્યાન રાખજો અને તમે તમારા સ્વાસ્થ્યને સાચવજો.’
આવા દર્દભર્યા ભાવુકતાના શબ્દોને જેણે સાંભળ્યા હોય એના હૈયામાં સ્વાસ્થ્યની રક્ષા માટે કાંઈક કરી મીટવાની તીવ્ર તમન્ના જાગી જાય છે.
સ્વામિનારાયણ ભગવાને એમ કહ્યું છે કે ‘મારા વ્હાલા ભક્તો! સૌ ધર્મિષ્ઠ સત્સંગીઓ! તમારા માત પિતાની જીવનપર્યંત સેવા કરજો. તમારા સદગુરૂની ભાવથી સેવા કરજો. રોગાતુર હર કોઈ મનુષ્ય હોય, એ આપણો હોય કે પારકો હોય અને પશુ હોય કે પક્ષી હોય, તમારાથી જેટલી બની શકે એટલી એમની સેવા કરજો. અમે તમારા ઉપર બહુ રાજી થશું.’
                          " યાવજ્જીવં ચ શુશ્રુષા કાર્યા માતું: પિતુર્ગુરો: |
                           સોગાર્તસ્ય મનુષ્યસ્ય યથાશક્તિ ચ મામકૈ: ||"

એમ કહેવાય છે કે જેને શરીરમાં તકલીફ થયેલી હોય એને ખબર હોય કે બીમારીથી માણસ કેટ કેટલો હેરાન થાય છે. એટલે જે શરીરથી, બુદ્ધિથી અને સાહિત્ય પ્રકાશનતી કે ઔષધિઓ આપીને જે રોગાતુરની સેવા કરે છે. એમના ઉપર ભગવાન સ્વામિનારાયણનો અને એમના બ્રહ્મનિષ્ઠ સંતોનો ખુબ રાજીપો વર્ષે છે.
                           "અનન્યાશ્ચિન્તયન્તો માં જના: પર્યુપાસતે |
                            તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ્ ||"
ભગવદ ગીતા કહે છે કે જે જનો અનન્ય ભાવથી આપ્લાવીત થઈને મારું જ ચિંતવન કરતા કરતા મારી ઉપાસના કરે છે. મેં કહેલી આજ્ઞાનું પાલન કરે છે, મેં કહેલા માર્ગ ઉપર ચાલે છે, એવા અને મારામાં અખંડ જોડાયેલા જીવ પ્રાણી માત્રનું યોગ અને ક્ષેમ હું જ ઉપાડી લઉં છું. એમ કહેવાય છે કે
                            "જીવનમાં સુખનો સદા સાથ, તો સફળતા તમારે હાથ |
                            રાખો સિદ્ધ ઉપચાર સંગાથ, તો સ્વાસ્થ્ય લાભ તમ હાથ ||"
શ્રીરંગ દેશિક સંસ્થાનની બહુ પ્રવૃતિમાં આ એક વધારે પ્રવૃત્તિ હાથ લીધી છે કે, "સર્વે ભવન્તુ સુખીન: અને સર્વે સન્તુ નિરામય: |"
જે સાહિત્યના સથવારે અને જે સદ્વાક્યોના સહારે લોકોને સ્વાસ્થ્ય મળે એ અવશ્ય કાર્ય કરવું.
આ નાની પુસ્તિકાનો લાભ સૌ નરનારીઓ લે અને એમાં બતાવેલા ઉપચારો અજમાવી સ્વાસ્થયે સુદ્રઢ કરે એજ આપણા ગુરુદેવના દિવ્ય ચરણમાં અને આપણા ઉપાસ્ય દેવના શ્રીચરણોમાં નમ્ર પ્રાર્થના.

આ પુસ્તિકા પ્રકાશનમાં જેણે પ્રસિદ્ધિ વિનાની સહાયતા આપી છે અને બીજા ધાર્મિક ભક્તોને પ્રેરણા આપી છે એ બદલ એમનો ખુબ આભાર. આપણા ઈષ્ટદેવ અને પવિત્ર મહાપુરુષો એમને પોતાની અમીદ્રષ્ટીથી આપ્લાવીત કરે

                                                                          - શાસ્ત્રી સુર્યપ્રકાશ આચાર્ય
                                                                           સ્વામિનારાયણ મંદિર- ભુજ
_________________________________________________________________________


               સહજાનંદ દર્શન
       
      સંપ્રદાયમાં સિદ્ધ શાસ્ત્રોનું વાંચન અને શ્રવણ બહુ જરૂરી છે. સત્સંગ કરતા રહીએ અને ભજન કરતા રહીએ તો તેનો લાભ સત્સંગ કરનારને અવશ્ય મળે છે પરંતુ વિચાર પૂર્વકનું વાંચન કરવામાં આવે તો ભગવાન શ્રી સ્વામીનારાયણના સ્વરૂપની યથાર્થતા વ્યક્ત કરે છે. ચિંતવનની સાથે વાંચન કરવામાં આવે તો પરમાત્માનું રૂપ, સ્વરૂપ વિગ્રહ વગેરે આત્મામાં પરિલક્ષિત થાય છે.
    પરમાત્માને પામવામાં કે એમના દર્શન કરવામાં સાધના, આજ્ઞાનું અનુશરણ, સંત સાધક રોગી અને મા બાપની  સેવા, ઈષ્ટદેવના ચરિત્રોનું ચિંતવન, એમના પરમ ભાગવતોના પ્રસંગોનું ચિંતવન વિગેરેની પરમ આવશ્યકતા છે. સંપ્રદાયના ઈતિહાસમાં દ્રષ્ટિ એ બહુ જરૂરી છે.
આ ગ્રંથમાં સુર્યપ્રકાશ સ્વામીએ પોતાની અનોખી શૈલીથી સાચા અને પવિત્ર સંત જો જીવનમાં મળી જાય તો ભગવાનનું દર્શન થાય છે. સાથો સાથ આ ગ્રંથમાં અનેક વિષયોનું નિરૂપણ હોવા છતાં ભક્તની ભાવુકતા ઠેક ઠેકાણે બતાવી છે એ ખરેખર એમ જ છે. ભગવદ્ ભક્તિમાં ભાવ વિભોર થયેલી વ્યક્તિને, જે સમયે જે કરવાનું હોય છે, એમાં ઘણી વખત ભૂલ જણાતી નથી. જયારે જાણ થાય ત્યારે અવશ્ય પશ્ચાતાપ કરે છે પરંતુ ભાવ વિભોરમાં કરેલી ભૂલોને પ્રિયતમ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન કદી ભક્તની ભૂલને ભૂલ ગણતા નથી. ભક્ત પ્રિયતમ પરમાત્મા તો ભાવના ભરેલા છે. એને ભક્તથી પ્રેમ ભાવમાં થયેલી ભૂલો એકેય દેખાતી નથી.
આવું હેત જયારે ભગવાનને વિષે થાય ત્યારે મહારાજનું અવશ્ય દર્શન થાય છે પરંતુ આપણે આપણા સ્વભાવ છોડતા નથી એટલે આપણને ભગવાનનું દર્શન હૈયામાં સહેજે થતું નથી. બીજાના દોષો ભૂલી પોતાના દોષ જોવા દાખડો કરીશું અને આમાં કહેલી વાતો પ્રમાણે વર્તન કરીશું તો જરૂર મહારાજનાં હૈયામાં દર્શન થશે.
કેટલાક લોકોને તો બીજાને દોષિત કરવામાં જ આનંદ આવતો હોય છે. જ્યાં સુધી બીજાને દોષીત કે અપરાધી ન બતાવે કે બીજાને ન સમજાવે ત્યાં સુધી એને ચેન પણ ન પડે એવા તુચ્છ સમજણ વાળા હોય છે.
શાસ્ત્રો કહે છે કે દરેકને આ સંસારમાં બીજાને દોષિત કરવામાં મોજ આવે છે. એ મોજ સારું ફળ આપતી નથી. પરિણામે બહુ કઠણાઈ ભોગવાવે છે. જગતમાં તો ભટકતો માણસ પણ, હજાર ગુણો ધરાવતા સંત કે સાધકને ધક્કો મારી શકે છે, બદનામ કરી શકે છે. એ માર્ગે ભક્તને કદી જવું નહી.
સાચા સંતો બીજાના દોષોને ઢાંકે છે અને અસંતો પાધરા કરે છે. દોષોને પાધરા કરવાથી કોઈ સારો થાય નહી પણ જગતના જીવની રૂચી જગતમાં જ હોય એટલે એ એવું જ કરે છે.
કેટલાક લોકો તો ભલે લાભ ખોટી કોડીનો ન મળે કમોતે હલવાઈ જવાય પણ તાત્કાલિક મોજ મળે છે એમ માની સદગુણોને ભૂલી અવગુણને જોવે છે અને ભગવાનના દર્શનથી બાકાત થઈ જાય છે.
આ ગ્રંથમાં કેટલીક જ્ઞાનની વાતો કહી છે. એ વાતો પણ બહુ સરળતાથી સમજાઈ જાય એવી સરળ ભાષામાં રજુ થઇ છે. ભુજ સ્વામિનારાયણ મંદિર તરફથી આવું સરસ ‘સહજાનંદ દર્શન’નું પ્રકાશન થાય છે એનો સર્વે ભક્તો અવશ્ય લાભ લેશે, એવા અમે આશીર્વાદ આપીએ છીએ.                                        

    
                                                                              - શાસ્ત્રી સુર્યપ્રકાશ આચાર્ય
                                                                               સ્વામિનારાયણ મંદિર- ભુજ
_________________________________________________________________________


          પ્રેરણાના પુષ્પો

   
       આજના ઝડપી અને ભાગ - દોડ ભર્યા જીવનમાં  લોકો પાસે પવિત્ર પુસ્તકો વાંચવા માટેનો સમય હોતો નથી. પરંતુ તેઓને માર્ગદર્શન તથા સરળ જીવન જીવવા માટે સારા વિચારોની આવશ્યકતા પડે  છે, આ પવિત્ર વિચારોને ધ્યાનમાં રાખીને ભુજ શ્રી સ્વામીનારાયણ મંદિરના સંત પવિત્ર સુવિચારો નું ભાથું તૈયાર કરી "પ્રેરણા ના પુષ્પો" ના સ્વરૂપમાં પુસ્તિકા તૈયાર કરી છે. આ જ પુસ્તિકાને મોબાઈલમાં "પ્રેરણા ના પુષ્પો" એપ સ્વરૂપે તૈયાર કરવામાં આવી છે. 

    જેવી રીતે એક ભમરો વિવિધ જાતના ફૂલોમાંથી રસ ભેગો કરે છે તેવી રીતે સ્વામી શ્રી સુર્યપ્રકાશ આચાર્ય વિવિધ ધર્મોમાંથી પ્રેરણાત્મક તથા પવિત્ર વિચારોને સંગ્રહ કરી "પ્રેરણા ના પુષ્પો" નો એક મધપુડો તૈયાર કર્યો છે. આ એપમાં દરેક લોકોને  પ્રેરણાના વાસ્તવિક પાથ તથા માર્ગદર્શન મળે તેવો પુરતો પ્રયાસ કરેલ છે.

                           
                                                                               - શાસ્ત્રી સુર્યપ્રકાશ આચાર્ય
                                                                                સ્વામિનારાયણ મંદિર- ભુજ_________________________________________________________________________

          ભાગવત દર્પણ

      ભગવાને જયારે કૃપા કરી આ મનુષ્ય શરીર આપ્યું છે ત્યારે એ જીવાત્માને દેહ પ્રાપ્ત થયો છે, હવે પછી મનુષ્યને જે ખરેખર કરવાનું છે તે જીવનમાં તેમણે અવશ્ય કરી લેવું જોઈએ.
તુચ્છ ભોગ ભોગવવા અને તુચ્છ ઔન્દ્રીય કામનાઓ માટે રાત દિવસ ઉજાગરા કરવા અને ચાર દિવસને અંતે પોતાના અમુલ્ય જીવનને સમાપ્ત કરી નાખવું, એના કરતા પોતાના જીવનને સનાતન કરવું અને સૂર્યની સમાન ઝળહળતું બનાવવું એ વધારે ઈષ્ટ છે.
આ નાના દર્પણમાં, મનુષ્ય કેટલું કરી શકે, મનુષ્ય કેવી સિદ્ધિ હાંસલ કરી શકે અને પોતાના આત્માને સમજવો હોય ત્યારે શું કરવું જોઈએ, સંતની પાસે જવું હોય ત્યારે કેવી જાણકારી પ્રાપ્ત કરીને જવું જોઈએ અને રતનબાનો ભગવાન સ્વામિનારાયણમાં કેવો વિશ્વાસ હતો અને દ્રઢ નિષ્ઠા હતી એમના વિષે પ્રકાશ પાડી અને આત્મજાગૃતિ કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ સદબોધના દર્પણ દેખાડવામાં આપણા મહંત સ્વામી શ્રી સ.પુ. હરિસ્વરૂપદાસજી, . સ્વામી ધર્મકિશોર દાસજી, . પુરાણી ઘનશ્યામજીવન દાસજી, .પુ. સ્વામી કેશવપ્રસાદ દાસજી, .નિ. સદગુરૂ સ્વામી શ્રી ઘનશ્યામપ્રિય દાસજી તેમજ મારા એક શ્રોત્રિય પરમગુરુદેવ વિષેષાંશે રહ્યા છે. તો મારે એમનો હાર્દિક ભક્તિ સભર આભાર અવશ્ય માનવો જોઈએ.
                                                               - શાસ્ત્રી સુર્યપ્રકાશ આચાર્ય
                                                            સ્વામિનારાયણ મંદિર- ભુજ


_________________________________________________________________________   ભગવાન સદાશિવ

    ભગવાન સદાશિવનું સ્મરણ સર્વેને બળ અને સામર્થ્ય આપનાર છે. ભગવાનની સેવા અને આરાધના વિના જીવનનું યોગ્ય દર્શન થતું નથી. પરમ તત્વની સાચી ઓળખ સદાશિવના આશિર્વાદથી જ શક્ય છે. સંસારમાં સુખ અને પરલોકમાં ભગવાનનું સાનિધ્ય સત્કર્મ કર્યા વિના ક્યારે કોઈને મળતું નથી. જીવનમાં પ્રેરણાનો પવિત્ર શ્રોત ઈશ્વરપ્રણિધાન જ પરમ કારણ છે.
અનસૂયા જો ગંગા મૈયાની સલાહ પ્રમાણે કાર્ય કરે તો જે જોઈએ તે પ્રાપ્ત કરી શકે અને વર્ષો સુધી અનેકની તૃષાતુરોની તરસ છુપાવી શકે છે. સંસારમાં કોઈ પણ સામાન્ય વ્યક્તિ જો સમર્થ અને ઈશ્વરની પ્રેરણાથી કાંઈ સત્કર્મ કરે છે, તો તેને માટે અક્ષય ફળ સમાન થાય છે.
પાંચ પાંચ દિવસ ભૂખ્યા અને તરસ્યા રહેનાર પરમ પુરુષ પરમાત્માને સ્વયં સદાશિવ, મા પાર્વતીને સાથે લઈને સાથવો આપવા જાય, આ ચરિત્ર કહે છે કે સત્ય સનાતન લક્ષ્ય માટે લીધેલા સંકલ્પને સાકાર કરવા સ્વયં સદાશિવ સદાય પ્રેરણા આપે છે અને પ્રેરણા આપે છે.
મહાદેવ મંદિરના પવિત્ર જીર્ણોદ્વારના ઉપલક્ષ્યમાં આ નાનું પુસ્તક દરેક વાચક વર્ગને અવશ્ય ઈશ્વરીય પ્રેરણા આપશે અને જીવનમાં સત્ય સંકલ્પને સાકાર કરવા બળ અને સામાર્થ્ય બક્ષશે.
                                                             - શાસ્ત્રી સુર્યપ્રકાશ આચાર્ય
                                                              સ્વામિનારાયણ મંદિર- ભુજ
                                                   


_________________________________________________________________________


           જીવન દર્પણ 

ભક્તો! જેવી રીતે દર્પણ(અરીસો) જેવી વસ્તુ હોય તેવું જ પ્રતિબિંબ દેખાડે છે તેવી જ રીતે આ પુસ્તિકામાં સમાવેલ દરેક વાર્તા આપના જીવનની વાસ્તવિકતાને તાજી કરે છે. જીવન દર્પણ પુસ્તક આપણી વાસ્તવિકતા સામે નજર કરવા પ્રેરે છે. આપણામાં રહેલ અવગુણ, દોષો, તથા ભૂલોને સુધારવા માટે સૌથી પ્રથમ તેને ઓળખવી અતિ આવશ્યક છે. આ પુસ્તકમાં સમાવિષ્ટ વાતો આપણને ભૂલો તથા દોષો તરફ નજર કરવી તેને સુધારવા માટેનો બોધ આપે છે.
વ્યક્તિ હજારો દોષોથી યુક્ત હોવા છતાં તે પોતાને મહાન જ સમજે છે. આપનામાં રહેલ ભૂલો, દોષો તથા ખરાબ સ્વભાવને ઓળખવું ખુબ જ મુશ્કેલ છે. અને કદાચ કોઈ મહાન, દિવ્ય સંતની કૃપા તથા સંગથી દોષો ઓળખાઈ જાય તો પણ આ દોષોને સુધારવા સામાન્ય મનુષ્ય માટે ખુબ જ કઠિન છે.

સત્પુરુષનો સંગ, સારા પુસ્તકો-શાસ્ત્રોનું વાંચન તથા સંતના આર્શીવાદ મનુષ્યને સાત્વિક બનાવે છે. કહેવાય છે કે,'સારા પુસ્તકો વ્યકિતનો સાચો મિત્ર છે.' સારા શાસ્ત્રો તથા પુસ્તકનું વાંચન વ્યક્તિને સાચા માર્ગ તરફ લઇ જાય છે. મનુષ્યનું જીવન સરળ તેમજ શુદ્ધ બનાવે છે.
    જેવા ગુરુમાં સંસ્કાર હોય તેવા શિષ્યોમાં ઉતરે છે. સ્વયમ ગુરુ જો સદાચારનું પાલન ન કરે તો શિષ્ય પણ નહિ કરે. શાળામાં વિદ્યાર્થીને ભણાવતા જો નિયમિત ન હોય અને તમાકુ કે સ્મોકિંગ જેવા વ્યસનમાં લપટાયેલા હોય તો એ વિદ્યાર્થીને કદી સંસ્કારી નહીં બનાવી શકે.
          સજ્જનો જેમ ન્યાસ વિંશતિમાં કહેવાયું છે કે સ્થિરઘીયમનઘં શ્રોત્રિયં બ્રહ્મ નીષ્ઠ્મ સત્ત્વસ્થં સત્યવાચં એવા સદગુરુનું શરણું ગ્રહણ કરી અને તેમનું અનુશરણ કરીએ અને આ લોકનું અને પરલોકનું શ્રેય કરીએ. 

                                                                                                                                                                                       
                                                                      - શાસ્ત્રી સુર્યપ્રકાશ આચાર્ય
                                                                        સ્વામિનારાયણ મંદિર- ભુજNo comments:

Post a Comment